1 Chronicles 26 : 1 (GUV)
કોરાહ કુટુંબમાંથી દ્વારપાળોના સમૂહ નીચે પ્રમાણે હતા: આસાફના વંશજોના કોરાહનો પુત્ર મશેલેમ્યા.
1 Chronicles 26 : 2 (GUV)
મશેલેમ્યાના પુત્રો હતા; ઝર્ખાયા જ્યેષ્ઠ પુત્ર હતો, બીજો યદીઅએલ હતો, ત્રીજો ઝબાધા, ચોથો યાથ્નીએલ,
1 Chronicles 26 : 3 (GUV)
પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
1 Chronicles 26 : 4 (GUV)
આ બધાં ઓબેદ-અદોમના પુત્રો હતા: સૌથી મોટો શમાયા, બીજો યહોઝાબાદ, ત્રીજો પુત્ર યોઆહ, ચોથો પુત્ર શાખાર હતો, નથાનએલ પાંચમો પુત્ર હતો,
1 Chronicles 26 : 5 (GUV)
છઠ્ઠો આમ્મીએલ, સાતમો યિસ્સાખાર, અને આઠમો પેઉલથ્થાઇ. આ પુત્રો આપીને દેવે તેને આશીર્વાદ આપ્યા હતા.
1 Chronicles 26 : 6 (GUV)
શમાયાના પુત્રો બહુ નામાંકિત હતા અને તેઓના ગોત્રમાં તેઓ ઉચ્ચ અધિકારના સ્થાને હતા.
1 Chronicles 26 : 7 (GUV)
તેઓનાં નામ: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ. તેના ભાઇઓ અલીહૂ અને સમાખ્યા બહાદૂર પુરુષો હતા.
1 Chronicles 26 : 8 (GUV)
આ બધા ઓબેદ-અદોમના વંશજો હતા. તેઓ, એમના પુત્રો અને ભાઇઓ મળીને કુલ 62 હતા. અને તે બધા શકિતશાળી પુરુષો હતા. અને મંદિરમાં સેવા કરવાને લાયક હતા.
1 Chronicles 26 : 9 (GUV)
મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા.
1 Chronicles 26 : 10 (GUV)
મરારીની વંશજોના હોસાહએ તેના પુત્રોમાંથી એક શિમ્રીને સમૂહના નેતા તરીકે પસંદ કયો. જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો.
1 Chronicles 26 : 11 (GUV)
હિલ્કિયા બીજો હતો, ત્રીજા નંબરે ટબાલ્યા. ચોથા નંબરે ઝખાર્યા હતા, હોસાહના પુત્રો અને ભાઇઓની કુલ સંખ્યા તેર હતી.
1 Chronicles 26 : 12 (GUV)
આ બધાં દ્વારપાળો તેમના આગેવાનો દ્વારા ક્રમવાર નોંધવામાં આવ્યા હતા. તે પોતાના કુટુંબો પ્રમાણે વારા ફરતી યહોવાના મંદિરમાં સેવા બજાવતા હતા.
1 Chronicles 26 : 13 (GUV)
નાનાંમોટાં બધાં કુટુંબોએ ચિઠ્ઠી નાખી નિર્ણય કર્યો કે દરેક દરવાજા પર કોણ ચોકી કરશે.
1 Chronicles 26 : 14 (GUV)
પૂર્વનો દરવાજો શેલેમ્યાને ભાગે આવ્યો. ત્યારબાદ એના હોશિયાર પુત્ર સલાહકાર ઝખાર્યાને માટેે ચિઠ્ઠી ઉપાડવામાં આવી તો તેને ભાગે ઉત્તરનો દરવાજો આવ્યો.
1 Chronicles 26 : 15 (GUV)
ઓબેદ-અદોમને ભાગે દક્ષિણનો દરવાજો આવ્યો, અને તેના પુત્રોને ભાગે કોઠાર આવ્યો.
1 Chronicles 26 : 16 (GUV)
પશ્ચિમ તરફના દરવાજાની અને પર જતા માર્ગ પર આવેલા શાલ્લેખેથ દરવાજાની જવાબદારી શુપ્પીમ અને હોસાહને સોંપવામાં આવી.પહેરા વારાફરતી બદલતા રહેતા હતા;
1 Chronicles 26 : 17 (GUV)
‘પૂર્વને દરવાજે દરરોજ છ લેવી રહેતા તથા ઉત્તરને દરવાજે ચાર, ‘દક્ષિણને દરવાજે’ ચાર, અને દરેક કોઠાર પર બબ્બે.
1 Chronicles 26 : 18 (GUV)
પશ્ચિમના દરવાજાની ઓશરી તરફના રસ્તાનું રક્ષણ કરવા ચાર રક્ષકો અને ખુદ ઓશરીનું રક્ષણ કરવા બે રક્ષકો હતા.
1 Chronicles 26 : 19 (GUV)
એમ કોરાહના અને મરારીના વંશજોને દ્વારપાળોનું કામ વહેંચી આપવામાં આવ્યું હતુ.
1 Chronicles 26 : 20 (GUV)
અહિયાની આગેવાની નીચે બીજા લેવીઓને દેવનાં મંદિરના ખજાનાની અને પવિત્રસ્થાનની રખેવાળી કરવાની જવાબદારી સોંપાઇ હતી.
1 Chronicles 26 : 21 (GUV)
આ માણસો ગેશોર્નના કુલસમૂહના લાઅદાનના વંશજો હતા. યહીએલી તેઓનો આગેવાન હતો.
1 Chronicles 26 : 22 (GUV)
યહીએલનો પુત્રો ઝેથામ અને તેનો ભાઈ યોએલ પણ તે બધામાં હતા. તેઓ યહોવાના મંદિરના કોઠારની સંભાળ રાખતાં હતા.
1 Chronicles 26 : 23 (GUV)
તેમાંથી કેટલાક આમ્રામનાં યિસ્હારના, હેબ્રોનના અને ઉઝઝીએલના વંશજો હતા.
1 Chronicles 26 : 24 (GUV)
શબુએલ ભંડારનો મુખ્ય અધિકારી હતો. શબુએલ ગેશોર્મનો પુત્ર હતો અને ગેશોર્મ મૂસાનો પુત્ર હતો.
1 Chronicles 26 : 25 (GUV)
અલીએઝરના વંશજો શબુએલનાં સગા થતા હતા; અલીએઝરનો પુત્ર રહાબ્યા હતો, રહાબ્યાનો પુત્ર યશાયા હતો, યોરામ યશાયાનો પુત્ર હતો, યોરામનો પુત્ર ઝિખ્રી હતો અને ઝિબ્રીનો પુત્ર શલોમોથ હતો.
1 Chronicles 26 : 26 (GUV)
એ શલોમોથ અને તેના કુટુંબીઓ રાજા દાઉદે, કુટુંબોના વડાઓએ, હજાર સૈનિકોના અને સો સૈનિકોના નાયકોએ તથા બીજા ઉચ્ચ અમલદારો દ્વારા અર્પણ કરાયેલી ભેટોના ભંડારની સંભાળ રાખતા હતા.
1 Chronicles 26 : 27 (GUV)
એ લોકોએ યુદ્ધો દરમ્યાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ યહોવાના મંદિરને ભેટ તરીકે આપ્યો હતો.
1 Chronicles 26 : 28 (GUV)
ષ્ટા શમુએલ, કીશનો પુત્ર શાઉલ, નેરનો પુત્ર આબ્નેર, સરૂયાનો પુત્ર યોઆબે અથવા બીજું કોઇ પણ વ્યકિત ભેટ લાવે તે બધાની કાળજી રાખવાની જવાબદારી શલોમોથ અને તેના ભાઇઓને સોંપવામાં આવી હતી.
1 Chronicles 26 : 29 (GUV)
યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.
1 Chronicles 26 : 30 (GUV)
યર્દન નદીની પશ્ચિમે આવેલા ઇસ્રાએલ દેશના વિસ્તારની જવાબદારી હેબ્રોન વંશજોમાંથી હસાબ્યા અને તેના 1,700 કુટુંબીજનોને સોંપવામાં આવી. તેઓ સર્વ નામાંકિત હતા અને તે વિસ્તારમાં જાહેર વહીવટ અને યહોવાની સેવા માટેના જવાબદાર અધિકારીઓ હતા.
1 Chronicles 26 : 31 (GUV)
દાઉદના રાજ્યના ચાળીસમા વષેર્ હેબ્રોનના કુટુંબની વંશાવળી તપાસતા એના કાબેલ માણસો ગિલયાદમાં આવેલા યઝેરમાં વસતા માલૂમ પડ્યા હતા.
1 Chronicles 26 : 32 (GUV)
રાજા દાઉદે 2,700 આવા કાબેલ માણસોને- કુટુંબવાળાઓને રૂબેન, ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના પ્રદેશનો ધામિર્ક અને રાજકીય વહીવટ સંભાળવાનું કામ સોંપ્યું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32